દર્દ દિલમાં છૂપાવીને હાસ્ય મુખે લાવવાની દુનિયા.
આંસુ છાને ખૂણે સારીને સ્મિત ફરકાવવાની દુનિયા.
કોઈ નથી આપણું એની પૂરતી ખબરખાતરી છતાં,
ગણીને પોતાનાં મનેકમને એમને રીઝવવાની દુનિયા.
દરેક આશા રાખે છે કે આપણે એમનાં ભાવ પૂછીએ
અંતરવેદના આપણી અંતરમાં ધરબાવવાની દુનિયા.
કરે જ્યારે કોઈ સરાહના આપણી સમક્ષ મન મૂકી,
સમજવું કે સ્વાર્થને પાછલે બારેથી લાવવાની દુનિયા
જાતને બાળીને દીવો કરી પ્રકાશ દીધો અવરને અમે,
તોયે મારી ફૂંકને પ્રકાશતા દીવા ઓલાવવાની દુનિયા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.