🔱 શિવ તત્ત્વનું મહિમા ગાન 🔱
આકાશ જેવું અખંડ તત્વ, શિવ તું ચિત્તે વસે,
અવિનાશી છે તું શાશ્વત, કાળ પણ તારી પાસે હારે.
ગંગા જેમ તારી જટામા, શાંત ધારા વહેતી રહે,
અગ્નિ સમ તું પ્રજ્વલિત, સત્યનો પ્રકાશ કરે.
ત્રિશૂળ તું ત્રિવિધ તાપનો, અંત કરતી શક્તિ છે,
ડમરૂની ગુંજ આરંભનો, અનાહત નાદ ભક્તિ છે.
ભસ્મ ભલે દેહને ઢાંકે, આત્મા તો શિવરૂપ છે,
જગત કેવળ મિથ્યા માની, તત્વજ્ઞાનનું દ્વાર ખુલે.
કેલાશ સમ તું ઊંચે ઊભો, શાંત, નિઃસ્પંદ, નિરાકાર,
નાદ, બીજ અને શક્તિ રૂપ, તું પરમ તત્વ, પરમેશ્વર.
હર હર મહાદેવના નાદથી, પ્રભુ! તારી આરાધના,
મુક્તિનું તત્વ પ્રગટે ચિતે, તું જ છે અંતિમ સાધના.