જોયા તમને, ને તમારી ચાલમાં મોહી
બસ તમને જોવાના બહાના શોધી રહી
ચારેય પ્રહરના તમારા સમય લીધા જાણી
ને તમને જોવા તલપાપડ થતી રહી.
જોયા કર્યું વર્ષો સુધી મેં તો તમને, પણ
અચાનક તમારું આવવાનું બંધ થયું.
કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો ?
ક્યારેય જાણવાની કોશિશ ન કરી
હવે રાહ જોઉં છું એ રસ્તાઓ પર તમારી.
તમારા મનમાં ક્યારેય વિચાર ન આવ્યો ?
કેમ આ છોકરી હંમેશા મારા રસ્તામાં ઊભી ?
છે કોઈ અજાણ્યો આ સંબંધ મારો ને તમારો
તમે કદાચ ક્યારેય એ નથી અનુભવ્યો.
યુવાનીના ઉંબરેથી હવે તો પ્રૌઢતા આવી
પણ આંખોને ટેવ છે હજી રાહ જોવાની.
- Mir