ગૂંગળાવતા શ્વાસની રાહત છો તું
દિવસભરના થાકનો વિસામો છો તું
ક્યાં ખબર હતી મને કે સ્વરમાં તું સંભળાતો હશે.
જીવનના સાક્ષીનો તું અંતરાય છો.
હોઠ પરના મુસ્કાનનું કારણ છો તું.
ક્યાં ખબર હતી કે મળવું તને દુશ્વાર હશે.
ખડખડ વહેતી નદીનો સાર છો તું.
મારા ભાગ્યનું સદભાગ્ય છો તું.
ક્યાં ખબર હતી? મારા નસીબનું પાંદડું આડું હશે.
દરરોજ સમય સરકતો જાય છે.
જિંદગીનો સૂરજ ધીમે ધીમે ઢળતો જાય છે.
તોય વેદનાં રુસણામાં જીવન પસાર થાય છે.
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹