Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેટ્રોલિયમ ⛽

પેટ્રોલિયમ વગરનું જગત કલ્પી શકો છો? વિમાનો એરપોર્ટ પર, મોટરવાહનો રસ્તાની કોરે, જહાજો બંદરોમાં અને ટ્રેનો ક્યાંક પ્લેટફોર્મ પર કે માર્શલિંગ યાર્ડમાં પડી રહે એટલા પૂરતી નેગેટિવ અસરો જ ધ્યાનમાંઆવતી હોય તો કલ્પનાશક્તિનો પનો ટૂંકો પડ્યો એમ સમજીલેજો. પેટ્રોલિયમના આશરે ૬,૦૦૦ ઉપયોગો છે, જેઓ એટલી જ સંખ્યાના ઉદ્યોગોના પાયામાં રહેલા છે.
અહીં ૬,૦૦૦ નામો તો ગણાવાય તેમ નથી અને તે
બધાં ગણાવવાં જરૂરી પણ નથી. થોડાંક જ વાંચોઃ પ્રિન્ટિંગની
શાહી, રસ્તાનો ડામર, શેવિંગ ક્રીમ, નાયલોન, હૃદયનો વાલ્વ,
ટૂથપેસ્ટ, ઓઇલ પેઇન્ટ, ડિટર્જન્ટ, એનેસ્થેટિક્સ, પેરેશૂટ,
સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ, કાંસકા, પેન, બોલપેન, રાસાયણિક
ખાતર, ઊંજણ તેલ / lubricants, નેઇલ પોલિશ, સાબુ,
ટી.વી./કમ્પ્યૂટરનું કેબિનેટ, ડિઓડરન્ટ, હેર ડાઇ, જંતુનાશક
દવાઓ, બલૂન, હેલ્મેટ, લિપ્ટીક, ATF / જેટ ફ્યૂઅલ, કાપડ,
ગિટારના તાર, બત્રીસી, શૂ પોલિશ, ટૂથબ્રશ, મોબાઇલ ફોન,
શેમ્પૂ, એસ્ટ્રોટર્ફ, કોલ્ડ ક્રીમ, મીણબત્તી, ફૂટબોલ, ક્રેયોન,
પર્ફ્યુમ, બેન્ડેજ, ટપ૨વેર, શોપિંગ બેગ વગેરે, વગેરે અને
વગેરે.
પેટ્રોલિયમ વડે બનતી હજારો બીજી ચીજો બાકાત રહી જાય
છે, પરંતુ જે ગણાવી તે ચીજો વિશે એટલું વિચારો કે તેમના
વગર ચલાવી શકાય તેમ છે? વિમાનો, ટ્રેન, મોટરવાહનો
અને જહાજો વગરનું પણ જગત કલ્પી શકો છો? આ બધી
ચીજો એક યા બીજા સ્વરૂપે પેટ્રોલિયમ પ્રોડક્ટસ છે એટલું
જ નહિ, પણ તે પૈકી ઘણી ખરીને બનાવવા માટે પેટ્રોલિયમ
વાપરવાનું થાય છે.
ઉપરોક્ત જરૂરિયાતો પૂરી કરવા માનવજાત પ્રતિદિન
૯૭,૧૦,૦૦૦ બેરલ જેટલું પેટ્રોલિયમ વાપરે છે. આ ખનિજ
તેલનું અને કોલસાનું દહન પૃથ્વીના વાતાવરણમાં
પ્રતિવર્ષ ૩૮ અબજ મેટ્રિક ટન CO, ભેળવે છે. એક વાર તે
વાયુ પૃથ્વીના વાતાવરણમાં ઠલવાય એટલે પછી ૩૦૦ વર્ષ
સુધી નિકાલ પામતો નથી.
સમસ્યા જટિલ છે અને જતે દહાડે વધુ જટિલ સ્વરૂપ
પકડે તે નક્કી છે, કેમ કે આપણું રોજિંદું જીવન પેટ્રોલિયમ
દ્વારા સંચાલિત છે. મુશ્કેલી એ છે કે રોજિંદી પ્રવૃત્તિ દ્વારા
વાતાવરણમાં CO, નો કેટકેટલો જથ્થો ઠલવાય તેનો ઘણા
ખરા લોકોને અંદાજ હોતો નથી, એટલે જાણે કશું ન બનવાનું
હોય એમ તેઓ વાતાવરણને CO² વર્ષોથી વડે ખરડતા રહે છે.
પેટ્રોલિયમનું દહન આમ તો ફક્ત કાર્બન ઉત્સર્જિત કરે,
પણ તે કાર્બન હવામાં ઑક્સિજનના બે અણુઓ સાથે બંધ રચે
છે અને નતીજારૂપે CO², સર્જાય છે. ઑક્સિજનનો
પ્રત્યેક અણુ કાર્બનના અણુ કરતાં ૧.૩૩ ગણો ભારે
છે, માટે જો કાર્બન ૬ કિલોગ્રામ જેટલો હોય તો
તેની સાથે જોડાતા ઑક્સિજનના બે અણુઓનું
વજન ૧૬ કિલોગ્રામથી ઓછું હોય નહિ. ડીઝલ
બાળતી ટ્રેનને, પેટ્રોલ / ડીઝલનું દહન કરતી
મોટરકારને તથા બન્કર ઓઇલ બાળતા જહાજને એ
જ સમીકરણ લાગુ પડે છે.
પરિસ્થિતિ આજે ગામઠી રૂઢિપ્રયોગ ‘ઝીણું દળું
તો ઊડી ઊડી જાય ને જાડું દળું તો કોઇ ન ખાય'
જેવી છે. પેટ્રોલિયમ વગર જીવવું શક્ય નથી, તો
બીજી તરફ પેટ્રોલિયમને તિલાંજલી ન અપાય તો
પૃથ્વીના વાતાવરણનું તાપમાન વધતું રોકવું પણ
શક્ય નથી.
https://www.facebook.com/share/p/19ZajBRYza/

Gujarati Book-Review by Gautam Patel : 111968767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now