Gujarati Quote in Poem by Piyush Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એના સ્વભાવમાં બદલાવ જ્યારે આવી શકે છે,
તૂટવાનું સ્વપ્ન પણ ત્યારે આવી શકે છે.

હાસ્યને કારણોમાં કેદ રાખ્યું છે તમે,
રુદનનું તો એવું છે કે એ ગમે ત્યારે આવી શકે છે.

મેળવવી હોય સફળતા તો પ્રયત્ન કરવા જ પડે છે,
વિચારો તો મનમાં ઇચ્છો ત્યારે આવી શકે છે.

પાછું ઘરની છતમાં ઈંટ ઉમેરવા કેટલુંય ઘસાવવું પડે છે,
ધૂળનું તો શું છે એ તો પગની પણ હારે આવી શકે છે.

હજારો મિત્રો દુઃખ વેળાએ ખસી જાય છે ત્યારે,
એક ભાઈ જ કપરા સમયે વહારે આવી શકે છે.

પીયૂષ ગોસ્વામી..

Gujarati Poem by Piyush Goswami : 111968577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now