કે બગીચાનાં ચાહનાર શું જાણે,
એક ફુલડાં પર ફિદા થવું શું છે,
જ્યાં માળીનું દિલ સાક્ષી બન્યું હોય,
ત્યાં દિલની હાર મંજુર કરવી શું છે.
મહેકતું રહે જે સુગંધથી આખુંય ચમન,
પુછ ક્યારેક અમને,
કે એ ફુલડાં નું શબનમ સજાવવું શું છે,
હવા જે બોલે તે પ્રેમના હિંચકામાં,
પુછ ક્યારેક અમને,
આ કલમ થી એના રુપ નું ગીત લખવું શું છે.
તારા નજરના નશામાં ગુમ થઈ ગયાં હશે ઘણાં,
પણ પુછ ક્યારેક અમને,
કે ઘાયલ દિલને સાચવવું શું છે,
હું તો રઝા માંગી રહ્યો છું તારા ઈશકથી,
પણ પુછ ક્યારેક તને લખતી કલમ ને,
કે ગઝલની ભાષામાં જીવવું શું છે.
તારા દિદારથી મને લાગે છે,
ઘણાય નાં કતલ થઈ ગયા હશે,
પણ પુછ ક્યારેક અમને,
કે તારા ઇશકનું કતલખાનું બનવું શું છે.
આ દિલનેય નસીબથી દિલદારે જીતી લીધું,
પણ જો ક્યારેક એ બેચારા દિલદાર ને,
પુછ ક્યારેક એ બેચારા દિલદાર ને,
કે ઈશકમા આફતાબ બનવું શું છે.
Writer ✍🏻 :- Kirtan Chheta