ક્યારેય પણ ઘડિયાળમાં કલાકનો સમય બતાવતો કાંટો ફરતો હોય એવું આપણને નહીં દેખાય,
ને જો આપણે થોડુક જ ધ્યાનથી જોઈશું,
તો મિનિટનો કાંટો ભલે આપણને ફરતો ના દેખાય, પરંતુ એ કાંટો આપણને હલતો તો જરૂર દેખાય છે,
જ્યારે એજ ઘડિયાળ પર જરા અમથી પણ જો આપણી એક નજર પણ પડી જાય તો...
તો સેકન્ડ કાંટો તો આપણને ચાલતો, હલતો કે ફરતો નહીં,
પરંતુ એતો આપણને દોડતો દેખાય છે.
એનાથી ઊલટું જો ઘડિયાળમાં દોડતો દેખાતો સેકન્ડ કાંટો, અને ભલે જરા જરા,
પરંતુ હલતો દેખાતો મિનિટ કાંટો આ બંને કોઈપણ કારણ થકી બરાબર ના ચાલતા હોય,
છતાં જો ખાલી કલાકનો કાંટો એકલો પણ હોય તો આપણને સમયનો અંદાજ આવી જાય છે,
આનાથી વિપરીત જો સેકંડનો કાંટો હોય, સાથે મિનિટનો પણ કાંટો હોય, પણ એની સાથે જો કલાકનો કાંટો ના હોય તો....
તો સાચા સમયનું તારણ કાઢવું અશક્ય બની જાય છે.