પ્રેમ મેળવવા માટે જો ચારિત્ર અડાણુ
મૂકવું પડે તો એ આપણને નહીં ફાવે.
આજીવન ખુમારી અને ઈમાનદારી થી
જીવી છું આછકલાઈ આપણને નહીં ફાવે.
ધર્મ અર્થ અને મોક્ષ માટે પ્રાણ પણ આપી દઉં
આ કામનું ગુલામ થવું આપણને નહીં ફાવે.
તમે હદય દેવાની વાત કરો છો અમે તો માથા
દાનમાં આપ્યા છે "આર્ય " અમૂલ્ય પ્રેમ કરીને
દુનિયામાં બદનામ થવું આપણને નહીં ફાવે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "