મકરસંક્રાંતિ ની શુભકામનાઓ
આજે સુપ્રભાત માં
કબુતરી ના બે બચ્ચા તેની માં ને કહી રહ્યા હતા. માં આજે તું દાણા પાણી લેવા નહીં જતી. માં એ કહ્યું કેમ બેટા આજે ભૂખ નથી લાગે. માં આજે ઉપવાસ કરી લઈશું. માં આજે મકરસંક્રાંતિ છે. એટલે ઇન્સાનો ના બાળકો પતંગ ચગાવતા હશે. ક્યાંક દોરામાં તું ફસાઈ જઈશ અને પાછી નહીં આવે તો. દાણા પાણી વગર ચાલશે પણ માં વગર નહીં ચાલે. ગઈ મકરસંક્રાંતિના પણ પિતાજી દાણા લેવા ગયા હતા. પણ પાછા નહોતા આવ્યા. માટે તું આજે અમારી સાથે જ રહેજે.
મિત્રો તમારા તહેવારના શોખના કારણે કોઈના ઘરે શોક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો.
લી. "આર્ય "