મને આ માણસોની ભીડ જોઈને ત્યાંથી દૂર ભાગવાનું મન થાય છે, એવું નથી કે મને તેમનો ડર લાગે છે
પણ હું મારાથી જ ન વિસરાઈ જાવ તેનો મને ડર લાગે છે.
વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે આગ કુદરતી હોનારત એ કુદરતી આફતો સામે અનેક જીવની જતા જોયા છે
પણ સાચું કહું ને તો અહીં જીવતા ને પૂછનાર કોઈ જ નથી અને મરેલા પાછળ પસ્તાવો કરનારની આખી ફોજ છે.
હું જાણું છું કે મારા શબ્દોમાં અતિશયોક્તિ લાગતી હશે
પણ આ મારો નિજ અનુભવ છે કે જ્યાં સુધી
માણસોનો સ્વાર્થ પૂરો ન થાય ત્યાં સુધી એ તમારું શોષણ કરશે પણ જેવું તમારા શરીરમાંથી આત્મસ્વરૂપ બીજ નીકળી જશે એટલે તરત જ તમારા યશ ગાન ગાશે
શાને આવો દંભ દેખાડો કરે છે ? આ માનવી
મને તો એ જ સમજાતું નથી કે કારણ વગર નડ્યા કરે છે
અને જ્યારે મદદ માગો ત્યારે પીઠ ફેરવી લે છે
જ્યારે દુઃખમાં હોય ત્યારે કોઈ તમારો હાલ પણ પૂછતું નથી
અને જો સહેજ પણ સુખની વાત તેઓ જાણે
તો પૂછવા માટે કૂદા કૂદ કરે છે..
મને આ માણસોની ભીડ જોઈને ડર લાગે છે...
જય શ્રી કૃષ્ણ 🙏🏻