સાપ બેરોજગાર થઇ ગયા
જયારે માણસોજ ડંખવા લાગ્યા.
કુતરાઓ હવે શું કરે?
ચાટવાનું તેનું કામ માણસો જ કરવા લાગ્યા
ભેશ હવે પાણીમાં ક્યાં બેસે છે ?
ઘરની સ્ત્રીઓ હવે મોલમાં જ વસે છે.
આખો દિવસ મો ફૂલાવેલું
ને ફક્ત સેલ્ફી માં જ હસે છે.
હવે સીલેક્સન પછી ક્યાં પ્રેમ છે
બાકી બધે લીવ અને રીલેસન છે.
ફરી ફરી ધોઈ ને વાપરવાની હતી ચીજો
હવે તો યુઝ એન્ડ થ્રો નો જમાનો છે.
નાની નાની તિરાડો રાખી દેવના દિલમાં
સંબંધની મોટી દીવાલો પડવા ન દેતા.
ક્યારેક થાય પીઠ પાછળ વાતો તમારી
તો ડરતા નહિ વીર એ વિચારી
વાતો તો એનીજ થાય છે
જેના કર્તુંત્વની જ વાતો છે.