Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાઇબિરિયન કુંજ - પક્ષી
સાઇબિરિયન કુંજનો આખો પક્ષીસમુદાય જુદા જુદા ત્રણ
માર્ગ સમશીતોષ્ણ કટિબંધના હૂંફાળા મુલકો તરફ પ્રયાણ
કરતો હતો. એક ફાંટો ચીનના પોયાંગ સરોવર તરફ જતો
હતો, જ્યાં તેના પ્રાકૃતિક બસે૨ા પર ચીને ઔદ્યોગિક પ્રગતિનું બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું. બીજો સમૂહ ઇરાન તરફ જતો હતો. માર્ગમાં પારધિઓ તે પક્ષીઓનો
શિકાર કરતા હતા. ૨૦૦૮માં ત્યાં એ કુંજની સંખ્યા ફક્ત બે રહી જવા પામી. આ મનોહર પંખીડાંનો ત્રીજો સમૂહ
ઑક્ટોબર-નવેમ્બરમાં ૬,૦૦૦ કિલોમીટરની સફર ખેડીને રાજસ્થાનમાં ભરતપુર કેવલાદેવ બર્ડ સેન્ચુઅરી
ખાતે આવતો હતો.
બ્રિટિશ હકૂમત દરમ્યાન ખાસ કરી વીસમી સદીના આરંભે કેવલાદેવમાં આવાં મુલાકાતી કુંજની સંખ્યા ઘટવા
લાગી. આદિમાનવોની કક્ષામાં મૂકી શકાય તેવા અંગ્રેજ બડા સાહેબો તેમનો શિકારશોખ પૂરો કરવા મોટી સંખ્યામાં
કેવલાદેવનાં ઋતુપ્રવાસી પંખીડાને ગોળીએ દેતા હતા. સવા મીટર ઊંચાં અને સવા બે મીટર પહોળી ભરાવદાર પાંખોવાળાં મહેમાનોને બીજાં ૩૫૦ જાતનાં ઋતુપ્રવાસી પંખીડાંની જેમ કિઓલાદેવ બર્ડ સેન્ચુઅરી તરફ ખેંચી લાવતું મુખ્ય આકર્ષણ ૨૯ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું જળાશય હતું, જેમાં તેમને કોદરા, નાગરમોથ અને કમળનાં પોયણાંનો ભરપૂર નાસ્તો મળી રહેતો. આ પેદાશો ૨૦ થી ૩૦ સેન્ટિમીટરના છીછરા પાણીમાં થાય છે--અને કિઓલાદેવ જેટલો મોટો, પણ છીછરો પટ સમગ્ર ઉત્તર ભારતમાં બીજે ક્યાંય નથી. ભરતપુર એટલે જ સૈકાઓ થયે સાઇબિરિયન કુંજનું શિયાળુ યાત્રાધામ
હતું. આ નયનરમ્ય પક્ષીનાં રંગીન તૈલચિત્રો મોગલ બાદશાહ જહાઁગીરે છેક ૧૭મી સદીમાં તેના દરબારી કલાકાર ઉસ્તાદ મન્સુર પાસે દોરાવ્યાં હતાં એ બતાવે છે કે ભરતપુરમાં (દિલ્હીથી ૧૭૬ કિલોમીટર દૂર) તેનો ફેલાવો ઘણો વ્યાપક હોવો જોઇએ.
આજે ન હોવાનું કારણ એ કે અંગ્રેજોના જમાનાથી તેનો બેહૂદો શિકાર પણ વ્યાપક રીતે થતો
રહ્યો. ઇતિહાસના પાને નોંધાયેલા શિક઼ારના અમુક કિસ્સા તો હૃદયદ્રાવક છે.
https://www.facebook.com/share/p/1FW5BWcuoQ/

Gujarati Book-Review by Gautam Patel : 111964428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now