"ફરીદા "ની ગઝલ....
નથી મને લખતા આવડતું,
નથી આવડતી રચતા ગઝલ,
મારી ખુશી ,મારું દર્દ ,
મારી વ્યથાની ઝલક,
મારા શબ્દો ,મારી ગઝલ ..
છંદો લય શું કહેવાય ,
કશું મને નથી ખબર ,
મારી લાગણીઓનું દર્પણ,
મારી વાતોનું વર્તન,
બસ ,એ જ મારી ગઝલ ...
નથી ગમતું કોઈનું અપમાન કરવું,
નથી ગમતું અપમાન મારું થાય ,
સૌનુ હું સન્માન કરુું ,
વિવેકી વર્તન ,એ જ ફરીદામી ગઝલ...