તારો સંગાથ મને તાપણા જેવો લાગે,
ટાઢા શિયાળે અંગારા જેવો લાગે.
રાતે મળે એ હૂંફ જેમાં બાફ મળે,
એ હાથનો સ્પર્શ મને વ્હાલો લાગે.
તારા બદનની સુગઁધ ફૂલો જેવી લાગે,
તું હોય પાસ તો શિયાળો પણ મધુર લાગે.
રૂઠેલા હૈયાને પણ અહીં પ્યાર લાગે,
તારા અહેસાસનો એ આગોશ મધુર લાગે.
ગઝલ લખતા પણ હવર ક્યાં વાર લાગે,
તારી નજરોની એ નજાકત હૈયાને રૂપાળી લાગે.