બધાને અજમાવી જોયા પછી પણ,
જો આપણે આપણા જીવનમાં કંઈ ઉકાળી ના શક્યા હોઈએ,
તો હવે ફક્ત એકજ વાર
જો આપણે
પોતાને અજમાવી જોઈશું,
તો આપણને આપણા જીવનનું
ધાર્યું ફળ તો પ્રાપ્ત થશે જ.....
અને સાથે-સાથે આપણને
એવું પણ થશે કે, અરે.....
આતો હું જાતે કરી શકતો હતો,
ને છતાંય, આજ સુધી
ફાલતુમાં હું મારો સમય,
મારું સ્વમાન અને મારી શક્તિ
ખોટી જગ્યાએ,
ખોટી વ્યક્તિઓ સામે,
વ્યર્થ બગાડતો રહ્યો.