Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુમો ભિસ્તી 🐃

ઉતાવળે ચાલતાં ,પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઈને નીચે બેસી ગયો. અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો‌. તે શ્વાસભેર દોડયો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમતેમ મચડયો, પણ બધું વ્યર્થ!
આછું અંધારું ને પાછો ઉજાસ હતો. થોડી દુર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો:"ગાડી આવશે તો?'
તે એકદમ રસ્તા તરફ દોડયો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા.તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અમે ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડા જોડે તેમ જુમો દોડ્યો.
" એભાઈસાબ! મારો વે... મારો પાડો. અબઘડી કપાઈ જશે.જુઓ,પણે જુઓ--પેલા પાટા માં સપડાયો છે‌.!"
બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું તરફડતું લાગ્યું.
"શું છે ?
"મારો વેણુ---પાડો!"
"ઓહો!... જા,જા, ફાટકવાળા પાસે દોડ...."
"તમે માબાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે!"
"અમે? તું દોડ , દોડ, ફાટક વાળા ને કહે !"કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતુ લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમા એ ચારે તરફ એક નિરાશ દષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ જ છૈયુ સરખુયે જણાયું નહી ઝપાટાબંધ સિગ્નલ ના થાંભલા તરફ દોડ્યો .સાંકળ ખેંચી .ઘંટી ના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું.
"એ કોણ?"
"એ ચાલો! ભાઈ બહેન! સિગ્નલ ફેરવો; મારું જનાવર કચરાઇ જશેે"!
"ઘેર કોઈ ભાઈ માણસ નથી."બસ, આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી.
" દોડો! દોડો !.... મારું જનાવર કપાય છે.!"
જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કસ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી! જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
"યા પરવરદિગાર!" તેણે મોટે થી બુમ પાડી.
એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.

"દોસ્ત! ભાઈ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ હોં !"તેમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડયો.

દરપળે ટ્રેન ના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડાં સંભળાયાં. જુમો વેણુ ને ભેટી પડ્યો. પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુ એ માથું ઊંચક્યું, અને પોતાના શેઠ ને બચાવવા એક ઝપાટે માથું મારીને એને પાટાથી દૂર ફેંકી દીધો.
વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનુ કેડિયું ભીંજાઈ ગયું. તેને કળવળી ને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા છૂટાછવાયા ભાગ સિવાય એના પ્યારા મિત્ર વેણુ નું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું!
હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ થઈને આવતો દેખાય છે, અને એના એક માનીતા પથ્થર પર ફુલ મૂકીને' વેણુ ! વેણુ ! વેણુ...!'એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે.,
https://www.facebook.com/share/p/15HV7onwDF/

Gujarati Book-Review by Gautam Patel : 111961117
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now