Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોય મારે હરપળ હરિનો સથવારો.
જ્યાં હરિ કહેતા કે તું તો છે અમારો.

પગલે પગલે પ્રભુથી હોય જાણે સંવાદ
પ્રકૃતિનાં તત્વો રખે કરતા હરિનો સાદ.
દીસે હરિયાળીમાં હંમેશ હરિનો નજારો..1

તરી જાઉં ભવસાગર હરિના સહારે,
એને ના કહેવું પડે મારે કદી વારેવારે.
ભાસતો મને મઝધારમાંય સાગર કિનારો..2

વાત અંતરની અબ્ધિનિવાસી વાંચનારા,
વિટંબણાઓ સહેવાને મનોબળ દેનારા.
ધપું અહર્નિશ નામસ્મરણના ઉપચારો...3

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111957751
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now