"ઈશ્વર ઇન્સાનને કહે છે "
હેં માનવ તને સંતોષ નથી કોઈ,
વાતે મેં તો આપ્યું છે તને બે હાથે.
પિતાને સ્વધામ બોલાવતા પહેલા,
તારો તાત આપ્યો તને પુત્રના નાતે .
પુત્ર પુત્રી સગા સ્નેહી સહ પરિવાર આપ્યો મેં,
સંગાથે હે માનવ છતાં તને સંતોષ નથી કોઈ વાતે.
સુખ સાહેબી ને વૈભવ આપ્યું રૂપ ગુણની સાથે ચારિત્ર,
ચતુરાઈ ને તંદુરસ્તી આપી જીવ જીંદગી તૂ નિરાંતે.
બીજાના દુઃખે સુખી થયો તૂ બીજાના દુખે રાજી,
આમાં ઈશ્વર શું કરે આ તારી જ રમેલી બાજી.
તારા કરેલા તને જ઼ નડશે આ બહુ મોડું સમજમાં,
પડશે તારા કર્મો અંતે નડશે ત્યારે હૈયુ બહુ રડશે.
લી. "આર્ય "