વિષય : મારી રાહ.,
આ જીવન મારું છે, તો એની રાહ પણ નક્કી તો હું જ કરીશ...
કઈ ખોટું ના કરીશ ના ક્યારે કંઈ ખોટું સહન કરીશ કે,
આજ મારી રાહ છે.
મારી રાહ માં જો ફૂલો નહીં હોય તો પણ ચાલશે,
એક એક પથ્થર ને હું પગથિયું બનાવી ને મારી મજીલ સુધી પહોંચી જઈશ.
અને વાગ્યો જો કોઈ કાંટો રાહ માં તો,
એને નીકળી ને ફેંકી ને ભૂલી જઈશ ગણતરી કરતાં કે...
આખરે કેટલાં કાંટા આવ્યા હતાં મારી રાહ માં.....
મંજિલ તો હું પહોંચીને રહીશ....
ચાહે હજાર એવા કારણો કેમ નાં બને મે મને રસ્તો બદલવાનો વારો આવે,
હું સમજીશ રસ્તો બદલવો એ તો મંજિલ સુધી પહોંચવા માટે લીધેલો વળાંક છે,
રસ્તા માં તો વળાંક આવે અને લેવા પડે,
પાછળ શું કેટલું છૂટે એનો હિસાબ રાખીને આગળ ક્યાં વધી શકાય છે માટે....
મારી રાહ પર તો હું પહોંચીને જ રહીશ.
ના રોકી શકશે મને શબ્દો ના વાર,
ના રોકી શકશે મને કોઈ જુનવાણી વિચારો ની ગૂંચ,.
ના રોકી શકશે મને કોઈ અકસ્માત નો બનાવ,
જ્યાં સુધી શરીર માં પ્રાણ છે,
મારી સાથે મારી શક્તિ મારી મમ્મી છે, અને માતાજી ના આશીર્વાદ છે,
ત્યાં સુધી દુનિયા ની કોઈ તાકાત મને મારી મંજિલ સુધી પહોંચતાં અટકાવી નહી શકે.
મારી રાહ પર તો હું પહોંચીને રહીશ.