ફટાકડા નો ધુમાડો...
દિવાળીની રાત્રે સૌ કોઈ ફટાકડા ફોડી રહ્યા હતા ,અમાસની રાત અજવાળી બની હતી. , ઊંચે આભમાં જઈ સિતારાઓના આભાસ કરાવતા ફટાકડા જોઇ,બાળકો તાળી પાડી કુદા કુદ કરતા હતા ,સોસાયટીના ઘરોમાંથી વાનગીઓ બનાવવાની ફોરમ આવતી હતી .
મેં જોયું રોજ સવારે મારા નોકરીએ જવાના સમયે જે બાઈ સાવરણો લઇ સામે મળતી હતી, એ જ બાઇ અત્યારે તગારુ લઈને જતી હતી સામેથી એના જેવી જ બીજી બાઇ આવતી હતી, કહે સીતારામ .
સીતારામ એમ આમ અત્યારે ક્યાં? હેંડ્યા, જુઓને બોન આ થોડા કાંટા લઈ આવું , હવારે મહેમાન આવે તો ચા પાણી કરવા બળતણ જોઈ ને કહી ચાલવા લાગી ,અને બાજુમાં રહેલી વાડ માંથી કાંટા વીણવા લાગી.
હું આશ્ચર્યચકિત થઈ તેને જોઈ જ રહી ,બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા ,નાના મોટા સૌ ફટાકડાની ધૂમ મચાવતા હતા ,અને મને એ ધૂમ નહીં ,
ફટાકડા નો ધુમાડો લાગ્યો ..
સત્ય ઘટના આધારિત છે.