વિષય : જે રીતે.
⭐જે રીતે તું આજની ખુશી ને માણી શકે છે,
એ રીતે જ ક્યારેક તારે આવતી કાલના દુઃખ ને પણ અપનાવવું પડશે......
⭐જે રીતે તું આજે જીવન છે,
કદાચ એ રીતે કાલે જીવી ના પણ શકાય..
તો તારે એનાં માટે પણ હમેંશા તૈયાર રહેવું પડશે.
⭐આજે જ્યાં છે તું કાલે કદાચ એનાથી બહુજ આગળ વધીશ ,પણ દરેક વસ્તું ને પચાવતા તારે શીખવું પડશે.
⭐આજ ની મોજ માત્ર આજની છે, પણ આજની મોજ માટે ક્યારે આવતી કાલ નો વિચાર કર્યા વગર તું નથી માણી શકતો.
⭐તૈયાર રહેજે કારણકે જે આજે તારું છે તારા પાસે છે, કદાચ આવતી કાલે એ તારા પાસે ના રહે.......
લેખક : કોમલ મહેતા.