આપણી જિંદગીમાં
પારકી આશનો જે દિવસે
ખરેખર અંત આવે છે,
એ દિવસથી જ આપણી અંદરનો
આત્મવિશ્વાસ તો જાગે જ છે,
ને એની સાથે સાથે.....
આપણી પાસે જે છે એમાં
સંતોષ માનવાનો ગુણ પણ ખીલે છે.
ને પછી આપણે જે જે વસ્તુભાવ, કે પછી
જે કામ માટે અન્યોની આશા રાખતા હતા,
એ તમામ બાબતો
આપણને તુચ્છ લાગવા માંડે છે.