હે મા આવ્યા નવલી રાત નોરતા,
હે માનું પુજન કરીએ ભાવથી .
સજાવીએ ચોક રુડાં મંડપ રોપાવીએ,
સ્થાપન માનું ગરબા ગવરાવીએ
સરખી सैયરુના પુર્ણ ઓરતા,.
હે મા પાવા વાળી માં અંબે આરાસુરી,
ભજે ચોટીલા ચંડી ચામુડા બીરદારી.
માના સ્મરણથી મંગલ મોરતા .
ભક્તો માં છે તુજ રખવાળી,
અસુરોને માં તુજ હણનારી,
પુર્ણ કરતી માં આશ ઓરતા .
ભાવે ભજો માં ખોડલ મા ખમ્મ કારી,
ભજે ભાવે આશા પુરી અંતર અવતારી.
હામ ભરે હરસિદ્ધિ મા સુખ સોહતા .
પરમ કરનારી માં બુટ બિલાડી,
મંગલ કરનારી બહુચર બીરદાળી.
માના નિત્ય સ્વરુપ સોહતા .
જગદંબા માં રાંદલ ભવાની,
ભાવે ભક્તિ ભવ તારણ ઊમૈયાજી.
ગુણ ગાઇ એ માના નવ નોરતા
માં મોગલ ભજે જો ભાવથી ,
કષ્ટ કાપે સંકટ છોડાવે હામથી .
શક્તિ માં સદા સાજ સોહતા.
ગાવો ગરબા सैયર સંગાથે,
ભાવ ભક્તિ કરો આરાધના અંતારે
મનરવ ગાય ગુણ ગાન માત પુજતા.