Gujarati Quote in Whatsapp-Status by બદનામ રાજા

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક સમયે અમુક વખતે આપડી પાસે કશું હોતું નથી
અને આ તબક્કો બધાનાં જીવનમાં આવે જ છે
જેમાં પરીવાર કુટુંબ દોસ્ત આ બધા નામના જ રહે છે
અને જ્યારે તમારે જરૂર પડે ને ત્યારે જ કોઈ કામ નથી આવતું.
ત્યારે ખરેખર લાગી આવે ખરુ કે આપડે હંમેશા બધાં માટે કાળી રાતે કામ કર્યું હોય અને જ્યારે આપડો સમય મોળો હોય ત્યારે કોઈ વાત પણ નથી સાંભળતું.

એમાય ખાસ કરીને તમે જેની પાસે સૌથી વધારે અપેક્ષાઓ રાખી હોય કે આ માણસ છે મારા જીવનમાં આ મને સમજશે ત્યારે એ પણ તમારા કહેવા છતાં નથી સમજતુ કે નથી સમજી શકતું.

આવો સમય બધાની જીંદગીમાં એકવાર આવે જ છે
એમાથી આપણને એ શીખવા મલે છે કે પોતાની જાત સિવાય કોઈ નથી તમારી સાથે આ દુનિયામાં...
માટે તમારી જાતને સમય આપો અને આ બધું વધારે પડતી લાગણી અને અપેક્ષાઓ નાં લીધે જ ઉદભવતુ હોય છે
જ્યારે જ્યારે તમે અડચણ માં હશો મુશ્કેલી માં હશો તમારે જરૂર હશેને ત્યારે જ તમારી આ બધી આશાઓ અને અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળશે તમારો વિશ્વાસ તુટશે...

જેને તમે પોતાનું માન્યું હશે ને એ પણ ત્યારે તમને નહીં સમજે
માટે આ બધી ઈચ્છાઓ લાગણી અને વળગણથી દુર થય પોતાની જાતને સમય આપો તમારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો આજથી દસ વર્ષ પછી તમે ક્યાં હશો એ વિશે વિચારો.
શીખવા અને અનુભવવા જેવી બાબત છે જેટલું વહેલું સમજશો ને એટલું જ વહેલાં જીંદગી જીવતા શીખી જશો અને જેટલી ઓછી આશા અપેક્ષાઓ અને લાગણી રાખશો એટલા જ તમે ઓછા હેરાન થશો ઓછા દુઃખી થશો...

અનુભવ 🥲

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111951911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now