Gujarati Quote in Poem by Poojan Majmudar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિરંતર હજીયે આ શ્વાસ ચાલે છે
સંબંધમાં હજીયે વિશ્વાસ ચાલે છે

એ તો આવીને થઇ ગયા અદ્રશ્ય
એના હોવાનો હજીયે ભાસ ચાલે છે

એના વિરહને આમ તો વર્ષો વીત્યાં
એના મિલનનો હજીયે માસ ચાલે છે.

કુદરતના ખોળે જઈ અટકી ગયો છું
પણ પગતળે હજીયે ઘાસ ચાલે છે

થવા આવી છે હવે પરોઢની વેળા
ગોકુળિયામાં હજીયે રાસ ચાલે છે

ચૌદ તો ક્યારનાય થઇ ગયા પૂરા
શ્રીરામનો હજીયે વનવાસ ચાલે છે

સંધાન કર્યું છે એવું ઉત્કૃષ્ટ એણે
મારામાં એનો હજીયે વાસ ચાલે છે

આશીર્વાદ એનાજ પામીને હરદમ
એના ઈશારે હજીયે દાસ ચાલે છે

શબ્દો કાપ્યા જ કરે છે દડમજલ
કવિતામાં હજીયે પ્રાસ ચાલે છે

શીખ્યો છું ક્યાં હજીયે પા પા પગલી
હું ચાલું એવા હજીયે પ્રયાસ ચાલે છે

પુજન મજમુદાર

Gujarati Poem by Poojan Majmudar : 111951801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now