*એક તો આ જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં, ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો'તી ખબર, પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી, આ નદી તો તીસરી ચોથી મળી!
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો. ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો'તો માણસોને શોધવા, દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે, જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.*