Gujarati Quote in Poem by Komal Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય: ધીરજ નો પાટલો




જીવન ની ધારા આજ હિસાબે ચાલશે અને ચાલતી રેશે,
શીદ ને ઉતાવળ છે તને આટલી બધું તારા હિસાબે કરવાની,.
ક્ષણપર થમી જા, ક્યારેક થોડું ખમી જા,
શા માટે સંતાપ છે આટલો,
કેમ ના માથે ઓઢી શકે તું આ ધીરજ નો પોટલો,

બધું તને જોવે તારા સમયે, તો ભગવાન ના સાચા સમય નો શો અર્થ,
જીવનમાં તને આગળ પણ વધવું છે,
તો રાજધાની ના હિસાબે,
પણ થોડું ઈશ્વર ઉપર ભરોસો કર,
થોડું જો મોડું થાય તો થોડી રાહ જોતા ને તું શીખ
શા માટે સંતાપ છે આટલો,
કેમ ના માથે ઓઢી શકે તું આ ધીરજ નો પોટલો,

નિત નિત તું તારા કર્મ ને કરતો જા,
ફળ તો તને મળશે જો થોડું તારા ધાર્યા કરતા ઓછું મળે તો,
થોડી સારા સમય ની રાહ જો,
બધું તને મળશે, બધું તારા હિસાબ ના ધોરણે થશે ....તો
શા માટે સંતાપ છે આટલો,
કેમ ના માથે ઓઢી શકે તું આ ધીરજ નો પોટલો,

મૌન માં તાકાત છે ઘણી,
ક્ષણભર રૂકી જવામાં કઈ મોડું નહી થાય,
ક્રોધ ને વશ કરવા થી ફાયદો માત્ર ને માત્ર તારો થશે,
અને જો તું સિખી ગયો......
ધીરજ નું હુનર.......તો જીવન માં તારે ક્યારે...
અટકવાનો,
લટકાવનો,
કે પછી છટકવાનો વારો નહી આવે.
શા માટે સંતાપ છે આટલો,
કેમ ના માથે ઓઢી શકે તું આ ધીરજ નો પોટલો,

Gujarati Poem by Komal Mehta : 111949902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now