હું ચાહું છુ તને કારણ કે મને તારી વાતો ગમે છે ,
વાત વાત મા ગુસ્સે થવાની તારી આદત ગમે છે .
બહુ બોલે ત્યારે તને સાંભળવુ ગમેછે ,
અને મૌનમાં ય તારા મુખ ના હાવભાવ ગમે છે .
આંખોનુ અમૃત અને અધર ની મીઠાસ ગમે છે ,
હ્રદયના રણઝણતા ધબકારમાં પ્રેમની ભાષા ગમે છે .
ખબર છે નથી કે પામી શકવાનો તને છતાં તું ગમે છે ,
ન મળી શકે આ જનમે તો આવતા જનમની આશ ગમે છે .
બસ કલ્પનાના ઘોડા દોડાવુ ને તારો સંગાથ ગમે છે ,
મને તો હર હાલતમાં તારી યાદ ગમે છે .
PRAHET