લે ને ચાલ નિભાવ આ મિત્રતા રૂપી સબંધ ને
સરખામણી કાં કરે પ્રેમ ની
જો ને હુંય આ ચહેરા પર સ્મિત રેલાવું છું
ચાલ ને એક ઉધાર તણું જ પણ સ્મિત આપી દે
જો ને તને આખા દિવસ ની વાત કહું છું
તું ખાલી આમ મગ્ન બની
મને સાંભળ ને
જો ને કેવી અલ્લડ છું ને જીદ્દી પણ
ચાલ ને થોડી જીદ તું એ કર ને
આ આખુંય જગ મારું છે
હું એમ કહું છું
કાં બોલાચાલી કરે
માની લ્યે ને
મારા હાથ પગ વગર ની વાતો
, હા , છે તો
થોડું ઘણું તુંયે તારી રીતે ઉમેરી દે ને
હા છું થોડી ઘણી ચંચળ ,
ને મસ્તી ખોર
થોડું ઝેલતા શીખી લે ને
_ ❤️લાગણી ના સરનામે