આ હૃદયને તારી આદત છે, તો શું કરું !
દૂર દૂર સુધી તારી વાતો છે, તો શું કરું !
આ તસવીરમાં તું નથી એવું માની લઉં !
તોય તારા અલગ અલગ રૂપ દેખાય તો શું કરું !
હવાની પાતળી સુગંધ તારી છે, માની લઉં !
ધુમ્મસમાં અગન દેખાય તો હું શું કરું !
એક એક બુંદ ખૂબ મોંઘી છે, માની લઉં!
કોઈનો પાલવ ભીંજાય તો હું શું કરું !
આભમાં દેખાતા તારા રૂપાળા છે ,માની લઉં!
પણ વેદનાના ચાંદ પાસે ઝાંખા છે, તો હું શું કરું!