૮) મારામાં મારો બની રહી જા...
અંતઃ કાળે તું મારું સ્મરણ કરીશ તો હું બની જઈશ,
બીજો ભાવ રાખીશ તો એ ભાવ યુક્ત પુનઃજન્મ થશે.
મન બુદ્ધિ મારામાં સ્થિર કરી યોગથી મારું ચિંતન કર,
બે ભ્રમરો વચ્ચે સ્થિર થઈ યોગ કરે તે મારો બને છે.
બ્રહ્મવાચક શબ્દ ઓમ નું અંત સમયમાં તું સ્મરણ કર,
તું મારામાં મળીશ પણ ને સદાય તું નિર્મોહ બની રહીશ.
મારામાં મળેલાં મને પ્રિય છે તેમનો પુનઃજન્મ થતો નથી,
ઉત્પતિ અને લય ના ચક્રમાંથી તું છૂટી તું મારો થઈશ.
અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના
આ છ માસ માં મૃત્યુ પામનાર બ્રહ્મ ને જઈ મળે છે.
ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયન ના છ માસ માં,
મૃત્યુ પામનાર ચન્દ્ર્લોકમાં ભોગવી અહી પાછા વળે છે.
આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ, તપ અને દાન દ્વારા થકી,
સર્વ પુણ્ય પ્રાપ્તિનું અતિક્રમણ કરી ઉત્કૃષ્ટ સ્થાન મેળવ.
ધબકાર...