માણસ બાલ્યાવસ્થામાં હોય,
ત્યારે એને લાગે છે કે,
મારી ઉંમર વધી રહી છે,
એજ માણસ
પ્રૌઢ વયનો થાય, એટલે એને લાગવા માંડે કે,
ઉંમર ઘટી રહી છે.
ને આ બંનેની વચ્ચેનાં ગાળામાં.....
એને ઉંમર વધી રહી છે કે, ઘટી રહી છે ?
એનો વિચાર નથી આવતો,
એ વખતે તો એનાં મગજમાં, એકજ વાત ચાલતી હોય છે કે,
જવાબદારીઓ વધી રહી છે, ને આવક...ઘટી રહી છે.