આપણો નાનો નાનો સ્વાર્થ દેશ અને દુનિયામાં એટલી નેગેટિવિટી ભરી રહ્યો છે કે,
એ માત્ર આપણી ચિંતા નથી વધારી રહયો, પરંતુ આપણી આવનારી પેઢી માટે પણ બહું મોટી ચેલેન્જ બની રહ્યો છે.
એ આવનારી પેઢી કે
આ અરાજકતા ભર્યા માહોલમાં જેમનો જરા સરખોય હાથ નથી,
અરે એને ખબર જ નથી કે અમે કંઈ ખોટું નથી કર્યું,
છતાં ડગલે ને પગલે એક પછી એક અમારાં જીવનમાં આ મુસીબતો અને અડચણો કેમ આવિ રહી છે ?
ને પાછું લગભગ આવું " નાનું મોટું ખોટું " લોકો પોતાનાં સંતાન માટે ભેગું કરવામાં જ કરે છે.
અરે ભાઈ આપણાં માટે આપણાં મા-બાપે આવું કર્યુ હતું ?
તો પછી એક આપણે જ હોંશિયાર ?
કે મારા સંતાનો માટે બહું બધું ભેગું કરી દઉં, એટલે એમને એમનાં જીવનમાં કંઈ વાંધો ન આવે.
જો ખરેખર એમનાં જીવનમાં કોઈ ખાસ વાંધો ન આવે એવું આપણે ઈચ્છતા હોઈએ,
તો આપણે કરવાનું માત્ર એટલું જ છે કે,
આપણે આપણાં સંતાનને અંદરથી અને બહારથી,
શારિરીક રીતે અને માનસિક રીતે મજબૂત બનાવીએ.
એમને પણ જીવનની થોડી તકલીફોનો અનૂભવ કરવા દઈએ, એમનાં જીવનની લડાઈમાં લાઈન દોરી જરૂર આપીએ,
પરંતુ એમની લડાઈ એમને લડવા દઈએ🙏🏻
બાકી આપણે તો છીએ જ 👍