નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?
જળ ભરવા જાવ ત્યાં પાછળ પાછળ આવે,
વગર બોલાવે બેડલું ચડાવે વાલો;
નિજ મન .....
મુશ્કેલીમાં સાથ આપે,
વગર બોલાવે જીતાવે પણ,
વાલો મારો નજરે ના આવે .
નિજ મન .....
હું રુઠુ તો મને સમજાવે,તરછોડુ તોય રિસ લાવે,
તો એ વાલો મનડુ હરાખાવે .
નિજ મન ......
મારામાં શી ખોટ ?તું મને વાલા સમજાવે,
આખલડી તને પાવા ક્યાં-ક્યારે ગોતે ?
રાત દિન તારી યાદમાં સપનામાં પણ તું આવે ! વાલા ,
તારો ભક્ત કવિવર રાહ જુએ.
નિજ મન તને ગોતે તું ક્યાં છે વાલા ?