સાંભળે ના તું મારું પણ મારે કહેવું છે!
નજર ના ઉઠાવે તો પણ મારે નિરખવું છે!
આ દુનિયાની ભીડમાં મારો પણ તું લાગે છે!
ભલેને આસપાસ નથી છતાં તારું હોવું લાગે છે!
સ્પર્શથી તારા લોહી પણ હુંફાળું લાગે છે!
નસ નસમાં તુ વહેતો થઈ ફરતો લાગે છે!
શ્વાસની ગતિ તારા હોવાથી સમજણી લાગે છે!
તારા ના હોવાથી ગતિના નિયમો અધૂરા લાગે છે!
તું હા કહે કે ના કહે ફરક કોઈ નથી લાગતો મને!
તારી "ના"માં પણ વેદના પ્રણય કાયમ રાખે છે!