વિષય : તું એકલી હોય છે
તું એકલી છે ....
હર સમયે જ્યારે તું આ સાચું કહી દે છે ને .....
હા ત્યારે તું એકલી છે....
હર સમયે જ્યારે તું સાચા ખોટા ના માં તર્ક કરે છે....
હર સમયે જ્યારે તું પોતાના અભિપ્રાયો ની રજૂઆત કરે છે હા ત્યારે .,..હા ત્યારે .,તું એકલી છે....
જ્યારે તું તારા હિસાબે કઈ કરે છે....
જ્યારે તું તારા મન નું કઈ કરે છે....
જ્યારે તું તારી ઈચ્છાઓ ને પૂરી કરે છે......
જ્યારે તું પોતાને બીજા કરતા સૌ પ્રથમ સ્થાન પર મૂકે છે
...
હા ત્યારે ....હા ત્યારેજ તું એકલી છે.
જ્યારે તું હાજી હાજી નથી કરી શકતી...
હા ત્યારે ...હા ત્યારે તું એકલી હોય છે.
જ્યારે તું પોતાના સિદ્ધાંતો ને પ્રમાણે જીવન ને જીવવવાનું નક્કી કરે છે....
જ્યારે તું અડીખમ થઈ ને એકલી પોતાના *હક* માટે લડે છે.
જ્યારે તું તારા પોતાના મંતવ્ય ના આધારે સાચું ખોટું પારખી ને વ્યવહાર કરે છે...
હા ત્યારે ....હા ત્યારે તો તું એકલી છે.
જ્યારે તું ખોટું સહન કરતી નથી, અને હંમેશા સાચા માટે ઊભી રહે છે ..
હા ત્યારે હા ત્યારે તું એકલી હોય છે.
જ્યારે તું કોઈ ના સાથ વગર પોતાની જાત ને સંપૂર્ણ અનુભવે છે. ત્યારે હા ત્યારે તું એકલી હોય છે.
જ્યારે તું પોતાના સ્વાભિમાન ની પોતેજ રક્ષા કરે છે,
જ્યારે તું જીવન ને સાચા શબ્દો માં માણે છે ...
હા ત્યારે ....હા ત્યારે તું એકલી હોય છે.