એક દુનિયા એવી
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય...
જ્યા જગ જીતવું આસાન હોય..
ને મનને એક મેળાપ હોય!!!!
દુનીયાની ખુશી તારા હાથ મા હોય..
ને એ હાથ મારા હાથમા હોય...
ખુશીઓનું કોઈ સરનામું ના હોય...
ને એ ખુશીઓ બધી તારી હોય...
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય............
એક સાંજ એવી પણ હોય..
જ્યા બસ તારી ને મારી બસ હાજરી હોય...
લાગણી બધી તારી હોયને એમાં બસ હું શૂન્ય હોય...
રસ્તાઓ બધા ખાલી હોય ને પ્રવાસી બસ બંને હોય...
ખુશીઓ બધી તારી હોય ને હું ખુશીઓનું કારણ હોય...
દુનિયાદારી બસ તારી હોય ને હું દિલદાર હોય.....
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય..........
દિલમાં તારા મારી જગ્યા હોય ને...
એમાં બસ જગ્યા મારી હોય...
હું ને તું એક જીવ હોય ને...
એ જીવ અનમોલ હોય...
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય........
-MAHENDRA. (SUJAL)