Quotes by mahendrakumar in Bitesapp read free

mahendrakumar

mahendrakumar

@sujal1986
(28)

એક દુનિયા એવી

હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય...
જ્યા જગ જીતવું આસાન હોય..
ને મનને એક મેળાપ હોય!!!!

દુનીયાની ખુશી તારા હાથ મા હોય..
ને એ હાથ મારા હાથમા હોય...
ખુશીઓનું કોઈ સરનામું ના હોય...
ને એ ખુશીઓ બધી તારી હોય...
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય............

એક સાંજ એવી પણ હોય..
જ્યા બસ તારી ને મારી બસ હાજરી હોય...
લાગણી બધી તારી હોયને એમાં બસ હું શૂન્ય હોય...
રસ્તાઓ બધા ખાલી હોય ને પ્રવાસી બસ બંને હોય...

ખુશીઓ બધી તારી હોય ને હું ખુશીઓનું કારણ હોય...
દુનિયાદારી બસ તારી હોય ને હું દિલદાર હોય.....
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય..........

દિલમાં તારા મારી જગ્યા હોય ને...
એમાં બસ જગ્યા મારી હોય...
હું ને તું એક જીવ હોય ને...
એ જીવ અનમોલ હોય...
હું ને તું બસ એક દુનીયા હોય...
જ્યા સાથ તારો ને મારો હોય........


-MAHENDRA. (SUJAL)

Read More

શામળા

ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા,
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા...
અષાઢી નો ચમકારોને પહેલો એ વરસાદ
એના વગર લાગે ઉનાળો ઓ શામળા...

મનની આ વાતોને સપનું ને શમણું
એના વગર જોવું લાગે અધૂરું ઓ શામળા..
ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા....

આથમતી આ સાંજને,સોનાની આ સવાર
એના વગર લાગે કાળોતરી ઓ શામળા....
સમણા મેં સજાવ્યાને એ થયા એ વેર વિખેર
એ સમણા સજાવા લાગે હવે અઘરા ઓ શામળિયા..

ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા,
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા......



MAHENDRA(SUJAL)

Read More

हो गया तू जो बेवफ़ा क्या है
इश्क़ में काम ये नया क्या है


दिल के बदले में दर्द की नेमत
दिल के सौदे में कुछ बुरा क्या है

हाल अपना कभी न बदलेगा
अपने हक़ में कोई दुआ क्या है

हर सितम मुझपे ढ़ा लिया तूने
ज़िंदगी तुझपे अब बचा क्या है

बेख़ुदी बढ़ रही है हर लम्हा
क्या बताऊँ मुझे हुआ क्या है

Read More

રંગોની હોળી

તારા વિના અધૂરી આજ રંગોની હોળી
સાત રંગોનો એક રંગ તું ,જે અધુરો.
રાધાને કૃષ્ણની યાદની છે આ હોળી
છેલ્લી આ હોળીને છેલ્લી આ યાદો
વર્ષોની વાવણી ને આખરી આ યાદો
હવે નહિ આવું હું રંગોની મહેફિલમાં
મહેફિલ છે અધુરીને રંગ એક ઓછો
તારા વિના અધૂરી આજ રંગોની હોળી..
યાદ છે આજે પણ એ ગુલાબી રંગ તારો
તું મારી રાધાને શ્યામ હું તારો.
આખરી આ હોળીને છેલ્લી આ યાદો.
તારી દુનિયાનો રંગ છે ગુલાબીને
મારી દુનિયા છે રંગ વિના અધૂરી.
તારા વિના અધૂરી આજ રંગોની હોળી....


-mahendra

Read More

જીવનની હોળી

રંગવી હતી તારી સંગ જીવનની હોળી
રંગોથી પુરવા હતા તારા એ સપના અધૂરા.
પણ એ રંગ નિકળ્યો અધુરો ને આછો
રંગવી હતી તારી સંગ જીવનની હોળી...
અધૂરા એ રંગોને અધૂરા એ સપના
ફાગણ લઈ આવ્યો એ યાદોની હોળી
મનના માણીગર બની મહેકવુ હતું મારેને
સેંથામાં સી દૂર બની રગાવું હતું મારે...
મારા એ રંગોનો એક રગ તું મારો
આજે પણ યાદ છે પેલી રે રંગોની હોળી
જ્યા પૂરી હતી મેં અધૂરી રંગોની હોળી...
અધૂરી મારી આજે રંગોની હોળી..
રંગવી હતી તારી સંગ જીવનની હોળી..?


-mahendra(Sujal)

Read More

આકાશે રંગુ નામ તમારું(ગઝલ)


આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે..
આકાશમાં રંગ અનેક છે પણ રંગ તમારો અનેરો છે..
એ રંગ લાગ્યો મારા જીવનમાં કેશુડાના રંગે
એવા વાલીડા છો મારા ભવ-ભવના માણીગર.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે...
રાગ તમારો,સ્વાસ તમાંરો,
સાથ તમારો,સંગાથ તમારો ગમશે અમને જીવનભર.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે....
સ્વાસ તમે છો ખુશીઓ તમે છો.
મારા મનના છો માણીગર
કાંઈ ના ચાહું મારા જીવનમાં
બસ સાથ તમારો ચાહું.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે...


-MAHENDRA. (SUJAL)

Read More

હક શુ જતાવું


તું નથી મારી તો હક શું જતાવું
ફાગણ માં શુ ફૂલ ખિલાવું..
પાનખર બની ખરી જઈશ એક દિન
તારા જીવનમાં ફરી પાછો નહિ આવું
યાદોના સહારે જીવી લઈશ હું!!
ફરી આવો મારી જિંદગીમાં એમ કહી તમને નહિ સતાવું.
તું નથી મારી તો હક શુ જતાવું....
એ યાદોનો માળી છું હું,યાદોને યાદ કરી એને હું સજાવીશ
સપના બનીને સમણા સજાવીશ,
તું નથી મારી તો હક શું જતાવું.....


mahendra

Read More

તારી એ છેલ્લી

તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો.
એ ચીસોને એ બુમો એ આક્રદ તે પણ જોયુ હતુ...
મારા આંસુની એ છેલ્લી બુંદ પણ તે ક્યાં જોઈ હતી?
એ રાત પણ કેટલી કાળમુખી હતી......
જ્યારે તારા વિદાઈની ઘડી આવી હતી..
તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો...
લાગણીઓનો ભારો હવે વિખરાઈ ગયો
જે હતો પ્રેમનો દરીયો એ સુકાઈ ગયો.
તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો...
તું આજે પણ કરજદાર છે મારી..
કેમ કે લાગણીઑ,પ્રેમ સઘળો આપ્યો હતો તમને.
લેવો નથી એ સમય કે એ લેણુ પાછું.
સમયે સમજાય તોયે ઘણું છે...
અપેક્ષાઓ અહીં કોને છે ફરી મળવાની??
જિંદગી ફરી જીવાય તોયે ઘણું છે...
તારા પર વિશ્વાસ કરી હું બની ગયો શુન્ય!!!!!
તું સર્જાઈ ગઈ ને હું બની ગયો શૂન્ય!!!



MAHENDRA

Read More

नमामि गंगे

गंगा की बात क्या करू गंगा है उदास!!
न अब वो रंगरूप है न वो मिठास!!!
गंगाजल का जल नहीं अब गंगा के पास!!
केवल नदी नहीं है वो,संस्कार है गंगा!!
धर्म जाति देश की पहचान और शृंगार है गंगा!!
जो कुछ भी हो रहा है गंगा के साथ!!
हम सबका हाथ है!!!!


इशलिए आज हम सबको हाथ मिलाना है!!
गंगा को करना साफ़ है!!
हम चले हिंदुस्तान चले इस नई डगर पे,
तो हम गंगा का सुनहरा रूप देख पायेंगे!!
फिर वही गंगा देश में खुशियाली लायेंगी!!
देश की ऐसी होंगी पहेचान!!
गंगा होगी फिर भाग्यवान!!!!

- महेन्दर

-- mahendrakumar

Read More

તું નથી મારા જીવનમાં તો હું તૂટી ગયો છું
શક્ય નથી તારું મને મળવું એમ માની હું વિખારાઈ ગયો છું
હું નિઃસહાય છું આજે તારા વગર!!!
તારા હાથ નો સાથ માગું છું....
તુ નથી મારા જીવનમાં તો હું તૂટી ગયો છું...

ઉપકાર તો ક્યાંક મારો પણ હતો
એ ઉપકારનો બદલો આજ માગું છું..
તે કરેલો વાયદો અને આપેલા વચનો યાદ કરી
કોઈ પર ભરોસો તોડયાનો અહેસાસ કરું છું!!!
તુ નથી મારા જીવનમાં તો હું તૂટી ગયો છું.....

દુઃખ છે મને તારા પર કે મેં લૂંટાવી દીધી બઘી લાગણીઓ!!
હવે વધ્યો છું હું ને માત્ર હું જે ક્યાંક ખોવાય ગયો છું.
વિશ્વાસ નહિ આવે આ દુનિયાની દરેક સ્ત્રી પર?
કેમ કે અહી કસમો ખાનાર જ બદલાય છે!!
તું નથી મારા જીવનમાં તો હું તૂટી ગયો છું

અહી આજ દુનિયા છે સમયે કોઈ સાથ આપતા નથી
એ જાણી પણ હું દુઃખી છું આજ!!!
મજબૂરી મારી પણ હતી છતાં અનહદ પ્રેમ હતો
તું જ દુનિયા ને જહાંન હતી!!
નથી મારા જીવનમાં તો હું તૂટી ગયો છું


- mahendra

Read More