શામળા
ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા,
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા...
અષાઢી નો ચમકારોને પહેલો એ વરસાદ
એના વગર લાગે ઉનાળો ઓ શામળા...
મનની આ વાતોને સપનું ને શમણું
એના વગર જોવું લાગે અધૂરું ઓ શામળા..
ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા....
આથમતી આ સાંજને,સોનાની આ સવાર
એના વગર લાગે કાળોતરી ઓ શામળા....
સમણા મેં સજાવ્યાને એ થયા એ વેર વિખેર
એ સમણા સજાવા લાગે હવે અઘરા ઓ શામળિયા..
ભીતરથી ભટકેલા ને હૈયે થી હારેલા,
એને સર્વ એ સુખ કડવા લાગે શામળા......
MAHENDRA(SUJAL)