પહેલાના સમયમાં દરવાજે માણસ રહેતું કે કૂતરું
ઘરમાં ના ઘુસી જાય આજે દરવાજે કૂતરું ઉભું
હોય કે માણસ ઘરમાં ના ઘુસી જાય.
પહેલાના સમયમાં ઘરની સ્ત્રીઓ રસોઈ બનાવતી અને નાચવાવાળી બહારથી આવતી. હવે રસોઈ બનવવાળી
બહાર થી આવે અને ઘરની સ્ત્રીઓ નાચે છે.
પહેલા ના જમાનામાં જમતા ઘરે અને 2 નંબર બહાર જતા
હવે ખાઈ બહાર થી આવે અને 2 નંબર ઘરે આવીને કરે.
પહેલાના જમાનામાં લગ્ન પછી છોકરા થતા
હવે પહેલા પ્રેગનેંટ થાય પછી લગ્ન કરે.( બૉલીવુડ માં )
પહેલા છોકરાઓ હોસ્ટેલ માં જતા
હવે માં બાપ વૃદ્ધાશ્રમ માં જાય
પેહલા ગરીબ પણ કપડાં સાધીને
પહેરતા હવે અમીર તૂટેલા પહેરે છે.
પહેલા સગાઈ થઇ જતી પછી તૂટતી નહિ
હવે લગ્ન ના 6 મહિના માં છૂટાછેડા થાય
જમાનો બહુ ફોરવર્ડ થઇ રહ્યો છે
વાચક મિત્રો કોઈને કઈ ના કહેવાય.
. લી. "આર્ય "