શબ્દદેહે આવીને હંમેશાં મળીશ તમને.
વાત અંતરની ઓષ્ઠ થકી કહીશ તમને.
હાજરી મારી એ સભામાં અચૂક હોવાની,
સંભળાતાં શબ્દો નજદીક રહીશ તમને.
શબ્દસેતુ બંધાશે સહજ વિનિમય થતાંને,
વિચારોની કરી સવારીને માણીશ તમને.
વિનિયોગ સાહિત્યનો વર્તને વસી જતોને,
તમારી કૃતિમાં પૂરેપૂરા હવે ભાળીશ તમને.
દૂર છું તોય અહેસાસ સમીપનો થનારોને,
મારી રચનાના પ્રતિચારે સાંભળીશ તમને.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.