પાઠનો નહિ પણ,
જીવન જીવવાનો અભ્યાસ કરાવનાર, શિક્ષક કહેવાય,
સોંપેલ સમયમાં બાળક માટે કામ કરનાર,
શિક્ષક કહેવાય,
બીજાનાં બાળકોને પોતાના બાળક કરતાં વધારે મહત્વ આપી એમનું હિત વિચારનાર,
શિક્ષક કહેવાય,
નીડરતાથી બાળક જેની પાસે આવીને નિખાલસ વર્તન કરી જાય એને,
શિક્ષક કહેવાય,
આંખ બતાવવી ના પડે જે બાળકને, પણ જેના આંખના ઈશારાને બાળક સમજી જાય એ,
શિક્ષક કહેવાય,
બીજું કોઈ મૂલ્ય કરે કે ના કરે,
પણ પોતાની થાળીમાં આવતો કોળિયો જે બાળકોના નામનો આવે છે, એ સમજી જાય એ,
શિક્ષક કહેવાય.
-@nugami.