હે પંખી તુ ચણવા આવજે,
દાણા મેં ખૂબ નાંખ્યા.
પાણી પીજે, હીંચકે હીંચજે,
લેજે ઘડીક વિસામો.
છાંયે બેસી મીઠું ટહુંકજે,
મિત્રોને તુ બોલાવજે.
પંખીડાં સૌ ટોળે વળીને,
ગીતો ગાતાં મીઠડાં.
કલરવ પડતાં કાને મારાં,
જોતાં તમને નેત્રો મારાં.
દિવસ વીત્યે ને સંધ્યા ખીલે,
એ જ દ્રશ્ય જોવા બેસું બારીએ.
આનંદ અતિ ઉભરાય ઉરે,
ઝંખુ હું કલબલાટ ફરી એ.