ડિપ્રેશન
😓😓😓 ડિપ્રેશન શું છે ? ;::----------એક એવી ઘટના કે જેને કારણે દિવસમાં સતત અને સતત તમારો મૂડ લો એટલે કે નીચે નાસ્તરે રહેવા માંડે. તમને ક્યાંય થી ખુશીની લાગણીઓ થાય નહીં. તમારો રૂટિન કરતા ખોરાક ખૂબ જ ઓછો થઈ જાય. મને ક્યાંય લાગે નહીં. ઊંઘ ઓછી થઈ જાય. જિંદગીમાં સતત અને સતત નીરસતા અનુભવાય.
😓ડિપ્રેશન ના કારણો:::----- ડિપ્રેશનના ઘણા બધા કારણો હોય છે કે જેમકે લોકો દ્વારા સતત તિરસ્કાર, પ્રેમ સંબંધનો બ્રેકઅપ, માતા-પિતા કે ઓફિસ લેવલે થી સતત અને સતત આરોપો અને તિરસ્કાર, જીવનમાં કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવું, જિંદગીમાં થયેલી કોઈ અગમ્ય ઘટના જેવું કે એક્સિડન્ટ અથવા જાતીય સતામણી, કે એવી કોઈ ઘટના જે તમે બીજા કોઈને કહી ના શકો અથવા તો એવી ઘટના કે જેમાં તમે કંઈ કરી ના શકો અને તમે એકલા હાથે સહન કરી લીધું હોય. આવી ઘટનાઓને તમે મનમાં દબાવવાના પ્રયત્ન કરો છો પરંતુ એ દબાવાના બદલે ઉછાળા મારી મારી અને તમારા વ્યક્તિત્વ પર આવી થઈ જાય ત્યારે ડિપ્રેશનમાં જવાના તકો વધી જાય છે.
ડિપ્રેશન થી કેવી રીતે બચી શકાય:::-----
🤙જ્યારે તમારો પ્રિય વ્યક્તિ કે મનગમતું વ્યક્તિ આ દુનિયાથી વિદાય લે છે ત્યારે તમે સતત અને સતત લોકોને કોન્ટેકમાં રહો. લોકોને પોતાના દુઃખની વાત કહો અને ઈચ્છા થાય ત્યારે રડી લો. આથી મનમાં રહેલી દુઃખની ભાવનાઓ ઓછી થતી જશે અને તમે ડિપ્રેશનમાં જશો નહીં.
🤙 જ્યારે પ્રેમ પ્રસંગમાં ભંગાણ થાય ત્યારે એ સ્વીકારવા તૈયાર રહો કે ભગવાને બધાને અલગ અલગ બનાવ્યા છે. બધાને જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. કોઈને તમે પસંદ ના આવ્યા તો કાંઈ વાંધો નહીં. 🌴
🤙 આત્મીય સંબંધોને સાચવી રાખો: તમારા મા-બાપ, ભાઈ બહેન, મિત્રો, કઝિન્સ આ બધા એવા સંબંધો છે જે નાનપણથી મોટા થયા ત્યાં સુધી તમે એની સાથે જીવ્યા હોય છે. આ સંબંધોને એકદમ આત્મીય આને ગાઢ બનાવો કે જીવનમાંથી કોઈ જાય કે કોઈ આવે કે ગમે એવડું ડિપ્રેશન આવે આ લોકો તમને હંમેશા મદદ કરવા તૈયાર રહે.
🤙 જિંદગી જિંદા દિલ નું નામ છે. મુર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ. ખરેખર જિંદગી ઉદારતા, જતું કરવાનું, ચલાવી લેવાનું નામ છે. કોઈએ તમારી સાથે છળ કપટ કર્યું, કોઈએ તમારા સંબંધો બગાડ્યા ત્યારે એક જ મંત્ર યાદ રાખો ઉદાર દિલે એ વ્યક્તિ વસ્તુ પૈસાને જતા કરો.
🤙 વસ્તુઓ કે વાતને પકડી રાખવાનો સ્વભાવ છોડી દો: આપણો સ્વભાવ એવો હોય કોઈએ ખોટું કર્યું હોય તો આપણે વસ્તુઓ પકડી રાખીએ છીએ. બની શકે તો એને તમારા વિચારોમાંથી આઝાદ કરી દો. વસ્તુઓ કે વાતને પકડી રાખશો નહીં. મુક્ત મને જીવો.
🤙🤙 જરૂર પડીએ ડોક્ટરની સલાહ લ્યો, યોગા પ્રાણાયામમાં મન જોયો, એક્સરસાઇઝ કરો, ખુલ્લી હવામાં રહેવાનું પસંદ કરો, ઈશ્વરને ફરિયાદ કરો અને ઈશ્વર પાસે પ્રોબ્લેમ નું સોલ્યુશન માંગો, આધ્યાત્મમાં મન જોડો, વાંચન વધારો, સમજણ વધારો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે જોડાયેલા રહો, પોતાના કાર્યમાં વ્યસ્ત રહો એટલા બધા વ્યસ્ત કે કોઈ ડિપ્રેશનના વિચારને પણ તમારી લાઇફમાં આવવાનો મોકો મળે નહીં. મુવી જોવો, ફરવા જાઓ, મિત્રો સાથે રખડો, મિત્રો સાથે ફોન પર વાત કરો, મિત્રોના માતા-પિતાને મળો, વાંચનમાં મન લગાવો, ભણતર ભણતરમાં આગળ મન લગાડો.... કેટલું બધું કરી શકાય. ડિપ્રેશન ને આવવાની જગ્યા જ ક્યાં છે હવે?
मै लोगो को आज़ाद कर देता हू,
क्योकि मुझे खुद को आज़ादी चाहिए।।।। 🥳🥳
#Depression