ચકલીની ચ-ચહાટમાં હું સંગીત-સાંભળું છું
અને તેનો દર્શક બની તેને વાહ-વાહ આપું છું
સુર્ય પાસેથી તડકાનો સેક લવ છું
કોક વાર તડકો વધારે હોઈ તો તેને નિશાશો આપું છું
વૃક્ષો પાસેથી છાયા અને ફળો ની મોજ માણું છું
પછી ત્યાં જ ઠાળિયો ફેકી નવો જન્મ આપું છું
રસ્તામાં કોક વચે આવે તો ઠપકો આપું છું
કોઇ ને જરૂર હોઈ તો મદદ આપું છું
આ સંસારના ગોટાળામાં હું ક્યાંક લવ છું
કા તો ક્યાંક આપું છું