Gujarati Quote in Thought by Trusha

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(સમયે થયેલો બદલાવ અને તેમાં સ્ત્રીની ભૂમિકા.)
સમય એ સૌથી શક્તિશાળી પરિબળ છે. અને આ પરિબળ પોતાની સાથે દરેક વ્યક્તિ માટે પરિવર્તન લાવે છે. આ પરિવર્તન દરેક વ્યક્તિ માટે કાં તો અનુકૂળ અથવા તો પ્રતિકૂળ બંને સ્વરૂપમાં હોઈ શકે છે. આવી જ રીતે સમયે સમયે પૃથ્વી પર પણ અનેક પરિવર્તનો થઈ રહ્યા છે અને આ જ પરિવર્તનથી દરેક સજીવના જીવનમાં બદલાવ લાવે છે. આવી જ રીતે ત્રણક દશકથી ખૂબ મોટી માત્રામાં પરિવર્તન જોવા મળે છે દા.ત. ત્રણક દશક પહેલા વ્યક્તિનું જીવનશૈલીમાં, વ્યક્તિના શિક્ષણમાં, વ્યક્તિના વર્તનમાં, વ્યક્તિના મનોદશામાં, અને વ્યક્તિના વિચારોમાં અને વ્યક્તિ આસપાસના વાતાવરણમાં તે સમય કરતા પહેલા, અત્યારના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવ પોતાની સાથે સારા અને ખરાબ બંને પ્રકારના પરિવર્તનો લાવ્યું છે. આજના સમયમાં દરેક પળે ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન થઈ રહ્યું છે.જેમ કે ત્રણ દશક પહેલા સ્ત્રી શિક્ષણ મોટાભાગે માત્ર પ્રાથમિક શાળા પૂરતું જ મર્યાદિત હતું અથવા તો ત્યાં સુધી જ સ્ત્રીને શિક્ષણ આપવામાં આવતું પણ અત્યારના સમયમાં આ બાબતો પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને દરેક ઘરમાં પોતાની બાળકીને જ્યાં સુધી તે શિક્ષણ લેવા માંગે ત્યાં સુધી તેના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હા પણ એક સત્યતા એ પણ છે કે આજ પણ એવા લોકો જોવા મળી છે કે જે સ્રી શિક્ષણને એટલું મહત્વ નથી આપતા પણ આજના સમય પ્રમાણે સ્ત્રી શિક્ષણ અને કેળવણી બંને જરૂરી છે કેમકે સમય જે પ્રમાણે બદલાઈ રહ્યું છે તે પ્રમાણે સ્ત્રીને પોતાના પરિવાર માટે આર્થિક અને પોતાના પરિવારનું યોગ્ય રીતે ભરણ પોષણ કરવામાં મદદરૂપ થઈ શકે છે, સાથે સાથે જ્યારે સ્ત્રીએ યોગ્ય શિક્ષણ અને કેળવણી મેળવેલ હશે તો પોતાના પરિવારમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ જેમકે બાળ ઉછેર, ઘરના વૃદ્ધોની જવાબદારી, અને પરિવારના સ્વાસ્થ્યની જવાબદારી યોગ્ય રીતે નિભાવી તે સ્ત્રી એક પરિવારને સંપૂર્ણ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવવામાં ખૂબ મહત્વનું રોલ ભજવી શકે છે. આથી જ સમય પ્રમાણે ઘરમાં એક સ્ત્રીનું શિક્ષણ અને કેળવણી બંને યોગ્ય રીતે થયેલા હોવા જોઈએ. જેથી વર્તમાન સમય અને આવનારી પેઢી યોગ્ય રીતે સમયને માન આપી શકે. અને સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે.

Gujarati Thought by Trusha : 111932959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now