Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાંચ સો બાસઠ રજવાડા દાન અમે દીધા છે રામ,
કૃષ્ણના રૂપમાં ધરતીને ભગવાન અમે દીધા છે.

શિવાજી, મહારાણા પ્રતાપ થઈને હિન્દૂ ધર્મનું ,
રક્ષણ કરવાના સપથ અમે ક્ષત્રિયો એ લીધા છે.

રાણા કુંભા થઈને મહેલના ઝરૂખે દર્શન ગઢવીને દીધા,
છે, સિંહનો કાન પકડીને દાન માં સિંહ પણ દીધા છે.

સરણે આવેલાનું રક્ષણ કરવું અમારો ક્ષત્રિયોનો ધર્મ છે,
એટલે અમે અમુક ગુનેગારોના ગુનાહો માફ કરી દીધા છે.

જરૂર પડી જયારે ઈશ્વરને અમારી ત્યારે નાના બાળકો, પારણામાં મૂકીને મસ્તકો યુદ્ધના મેદાનમાં દાન કરી દીધા છે.

અમસ્તો ઈશ્વર કઈ ક્ષત્રિયાણીઓ ની કુખે વારંવાર નથી અવતરતો ઈજ્જત,આબરૂ બચાવવા જોહરના પવિત્ર અગ્નિકુંડમાં પડી પ્રાણ અમે દીધા છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111931817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now