મળે છે સાધુ, સંતો, અને ભક્તો અનેક,
રસ્તામાં ભગવાન ક્યારેય મળતો નથી.
સળે છે આવળ, બાવળ, અને કેરનું,
લાકડું ચંદન ક્યારેય સળતો નથી.
લાગે છે તાંબા, પીતળ, અને ચાંદીને,
કાટ પણ સુવર્ણ ક્યારેય સડતો નથી.
મળે છે પ્રેમના રસ્તામાં કષ્ટ ઘણાય છતાં લોકો,
પ્રેમ કરે છે પ્રેમ ક્યાય પૈસા થી મળતો નથી.
શોધ કરી ઇન્સાને ચંદ્ર ઉપર પહોંચી ગયો,
પણ સ્વર્ગનો રસ્તોય કોઈને જળતો નથી.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "