જેનો દાદો એક હોલા માટે પોતાના પ્રાણની આહુતિ આપી , સ્વઅંગોનું દાન કરી દે એના કુળમાં પૌત્ર થઈને રામ જન્મે.
પૂર્વ જન્મમાં સતરૂપા અને મનુ રૂપે ભગવાન વિષ્ણુનું,
રટણ કરી ઈશ્વર સમો પુત્ર માંગે એના ખોળે રામ જન્મે.
ભગવાન શિવનો અનન્ય ભક્ત દસશિશ શિવલિંગ પર,
અર્પણ કરે એને રણમાં રોળવા અવની પર રામ જન્મે.
ગુરુવચનમાં વિશ્વાસ રાખી સીતેર વર્ષ રામનામનું રટણ કરી નિત્ય આગમનની રાહ જુએ એને દર્સન દેવા ભૂમિપર રામ જન્મે.
પોતાની ભૂલની ક્ષમાં માટે જે શીલા બની ભૂમિ પર પડી,
રહે એ પતિત ને પાવન કરવા વસુધા પર રામ જન્મે.
પૂર્વજન્મનાં શુભ સંસ્કાર ને વૈદેહીની સુરક્ષા કાજે ભક્તજનોનાં જનકલ્યાણ માટે અયોધ્યાને પાવન કરવા ધરા પર રામ જન્મે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "